રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે.

ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો.

વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે.

જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે.

રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

અરજી ફોર્મ,રેશનકાર્ડની નકલ,ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ,SECCના નામની વિગત,ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત) પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદીનું લિસ્ટ