આંતરરાષ્ટ્રિય યોગ દિવસની 21 જૂને ઉજવણી કરવામાં આવશે, તો જોઈએ શું છે તેનો ઈતિહાસ, યોગ દિવસનું મહત્ત્વ.

વિશ્વના અનેક દેશમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ એક ભારતીય પ્રાચિન પરંપરા છે.

21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે અપનાવવાનો ઠરાવ ભારતના રાજદૂત અશોક કુમાર મુખર્જીએ રજૂ કર્યો હતો.

આ ઠરાવને ભારતીય સોફ્ટ પાવર માટે વિજયી ક્ષણ તરીકે જોઈ શકાય છે કારણ કે તેને 177 રાષ્ટ્રો તરફથી સમર્થન મળ્યું છે.

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

11 ડિસેમ્બર 2014ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઠરાવ 69/131 દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 આ અઠવાડિયે વિશ્વભરમાં યોગાસનના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

‘યોગ’ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે અને તેનો અર્થ ‘જોડાવું’ અથવા ‘એકમત થવું’ થાય છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મહત્ત્વ

યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે જે ભારતમાં ઉદ્દભવેલી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મહત્ત્વ