શિક્ષકે વર્ગમાં બધા વિદ્યાર્થીઓને ક્રિકેટ મેચ પર નિબંધ લખવાનું કહ્યું. મનુભા સિવાય બધા નિબંધ લખવામાં વ્યસ્ત થઇ ગયા. મનુભાએ લખ્યું, વરસાદ ને કારણે મેચ બંધ છે.
શિક્ષક:- બોલો “A” પછી શું આવે? પપ્પુ થોડું વિચારીને.. ”ક્યાં બોલતી તું?”
Gujarati Jokes part 3 હાસ્યનો ખજાનો, હાસ્યનો દરબાર
રાજુ:- આ ટામેટા કેમ આપ્યા? શાકવાળી:- 20 ના 500 રાજુ:- તો હાલો ગણવા માંડો.
Gujarati Jokes part 3 હાસ્યનો ખજાનો, હાસ્યનો દરબાર
પત્ની: તમને ખબર છે સ્વર્ગ માં પતિ અને પત્ની ને સાથે નથી રહેવા દેતા.. પતિ : એટલે જ તો એને સ્વર્ગ કહેવાય…
કસ્ટમર : એવી ચા પીવડાવ જેને પીને તન મન ઝૂમી ઉઠે, શરીર લહેરાવવા માંડે અને દિલ મચલી જાય. વેઈટર – સર અમારી ત્યાં ભેસનું દૂધ આવે છે, નાગણનુ નહી.
મગન : (વેઈટરને) મારી સાથે લડવા માટે તૈયાર રહેજે. વેઈટર : કેમ ? ગ્રાહક : મેં જમી તો લીધુ પણ મારા ખિસ્સામાં બિલ ચુકવવાના રૂપિયા નથી.
ટીનુ : 'મમ્મી, 1 રૂપિયો આપ ને બિચારો ડોસો ક્યારની બૂમો પાડે છે.' મમ્મી : 'એ શું કહે છે ?' ટીનુ : 'એ કહે છે.. ફુગ્ગાની કિંમત ફક્ત એક રૂપિયો.
પત્ની (પતિને) - સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરી સારી નથી, તમે તમારા મિત્રને રોકતા કેમ નથી. પતિ - (પતિએ મૂર્ખામી પર હસતા)- તેને મને રોક્યો હતો ?
ગરબડદાસ ટેલિફોન બુથ પર ગયા. ત્યાં લખ્યું હતું કે : 'નંબર ડાયલ કરને સે પહેલે દો લગાઓ !' ગરબડદાસ ત્યાં બેઠેલા માણસને બે અડબોથ લગાવીને પછી નંબર ડાયલ કરવા માંડયા, બોલો !!
કવિ : 'કાલે રાતે મારા ઘરમાં ચોર ઘૂસેલા.' મિત્ર : 'શું ચોરાયું ?' કવિ : 'તે બધા ઓરડા ખૂંદી વળ્યા ને આખરે ટેબલ પર પાંચ રૂપિયાની નોટ મૂકીને જતા રહ્યા.'
શિક્ષક - શુ તમે મને રાજા રામ મોહન રાય વિશે કશુ બતાવી શકો છો ? રાજુ - હા, સર તે ચારે પાકા મિત્રો હતા.
સંતા - ક્યાં જઈ રહ્યાં છો ? બંતા - હુ મારે ગામ જઈ રહ્યો છું ? સંતા - પણ હાથમાં આ દૂરબીન કેમ છે ? બંતા - અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ.
સંતા-(દુકાનદારને) કોઈ સરસ કાપડ બતાવો. દુકાનદાર - પ્લેનમાં બતાવુ ? સંતા - પ્લેનમાં જવાની શી જરૂર છે, અહીં જ બતાવી દો ને.
શિક્ષક : કેમ સરકારે મતાધિકાર માટે 18 વર્ષ રાખ્યાં અને લગ્ન માટે 21 વર્ષ નક્કી કર્યાં ? મગન : ગવર્નમેન્ટને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે, પણ પત્ની…. બાપ રે બાપ.
રીંકુ : તને ખબર છે પીંકુ, 'આઈ એમ ગોંઈગ'નો અર્થ શું થાય? પીંકુ : હું જાઉ છું. રીંકુ : અરે, પહેલાં આનો અર્થ તો કહેતો જા.
ન્યાયાધીશ : 'તારી અંતિમ ઈચ્છા શી છે?' ગુનેગાર : 'તમારા મોઢામાંથી માત્ર એક જ શબ્દ સાંભળવા ઈચ્છું છું : 'મુક્તિ'
કનુ- લે મેં બિપાશા સાથે ફોન પર વાત કરી. મનુ- અરે વાહ! શુ બોલી બિપ્સ ? કનુ- રોંગ નંબર
Gujarati Jokes part 3 હાસ્યનો ખજાનો, હાસ્યનો દરબાર
શિક્ષક - બાળકો સાઈક્લોન એટલે શુ ? ચિંટુ - જે સાઈકલ માટે લોન આપે તે સાઈક્લોન.
Gujarati Jokes part 3 હાસ્યનો ખજાનો, હાસ્યનો દરબાર
એક વાર સંતા અડધો કલાકમાં દસ વાર ટોયલેટ ગયો, ત્યારે બંતાએ પૂછ્યુ - કેમ સંતા સાહેબ, આજે તમને ચેન નથી ? સંતા - છે પણ ખુલતી નથી.
ગટ્ટુ પોલીસસ્ટેશન ગયો ફરિયાદ નોંધાવા માટે. ગટ્ટુ : કોઈ મને ફોન પર ધમકાવે છે. પોલીસ : કોણ ? ગટ્ટુ : ટેલીફોન વાળા. મને કહે છે કે બિલ ના ભર્યું ને તો કાપી નાખીશું.