ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા ભરતી 2023,ગ્રામીણ ડાક સેવક (GDS) ની પોસ્ટ માટે બમ્પર ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે.

પોસ્ટ ઓફિસમાં નોકરીની સુવર્ણ તક છે. ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે.

ભારતના વિવિધ સ્થળોએ લગભગ 40,889 ખાલી જગ્યાઓ પર આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની નીમણૂંક કરવામાં આવશે. જેમાં ગુજરાતની કુલ 2017 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કોઈ ટેસ્ટ કે ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.  

દેશભરના પોસ્ટ વિભાગના વિવિધ વર્તુળો અનુસાર ઉમેદવારોના 10મા ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

આ મેરિટ લિસ્ટ મુજબ, ઉમેદવારોને સંબંધિત પોસ્ટલ સર્કલ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ દસ્તાવેજ ચકાસણી માટે આમંત્રિત કરવામાં આવશે.

પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે, ઉમેદવારો 10મા ધોરણના હોવા જોઈએ તેમજ અરજીના પોસ્ટલ સર્કલ માટે નિર્ધારિત પ્રાદેશિક ભાષા પર કમાન્ડ ધરાવતા હોવા જોઈએ.

ગુજરાત પોસ્ટ ભરતી વિષે વધુ માહિતી અને અરજી કેવી રીતે કરવી, પોસ્ટ ભરતીમાં અરજી વધુ માહિતી માટે વધુ વાંચો પર ક્લિક કરો.