ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપવા માટે, અમુક સિગ્નસ આપવામાં આવે છે, જેથી સમુદ્રમાં જહાજોને તરત જ એલર્ટ કરી શકાય. 

1 એ વાવાઝોડાને લઈને ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે હવા તોફાની અથવા સપાટાવાળી છે જેમાંથી વાવાઝોડું થઈ જવા સંભવ છે.

2 એ વાવાઝોડા અંગે ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે વાવાઝોડું ઉદભવ્યું છે સિગ્નલ એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને ભયનો સામનો કરવો પડશે.

સિગ્નલ નંબર 3 એ સાવચેતીની ચેતવણી આપે છે, સપાટાવાળા હોવાથી બંદર પર ભય રહ્યો હોવાનો સંકેત દર્શાવે છે.

બંદર પર લગાવવામાં આવતા 1 થી 11 નંબરના સિગ્નલ શું છે

4 એ ચેતવણી આપે છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે

5 એ ભયજનક પરિસ્થિતિ સૂચવે છે, જેનો અર્થ થાય છે કે વાવાઝોડા થી બંદર ભયમાં છે, પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના કડક પગલાં લેવા જરૂરી છે.

6 એ ભયજનક પરિસ્થિતિ દર્શાવે છે પરંતુ તેનો અર્થ થાય છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર કિનારા તરફ ઓળંગવાની સંભાવનાઓ છે

 7 એ ભયનો સંકેત દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે સાધારણ જોરવાળું વાવાઝોડું બંદરની ઉપરથી પસાર થઈ શકે છે, જેના કારણે બંદર પર ભારે તોફાની હવાઓ અનુભવાય શકે છે.

8 એ મહાભયનું સંકેત આપે છે જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે.

9 દર્શાવે છે કે મહાભયની પરિસ્થિતિ છે, જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ કિનારો ઓળંગી શકે છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થતો હોય છે.

 10 મહાભયજનક પરિસ્થિતિ દર્શાવે છે જેનો અર્થ છે ભારે ચોરવાળું વાવાઝોડું બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે

11 જે ખૂબ જ ભયાવ પરિસ્થિતિ દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે તમામ પ્રકાર ના સંદેશા વ્યવહાર બંધ થઈ ચૂક્યા છે, કોલાબા હવા ચેતવણી કેન્દ્ર સાથેના તાર વ્યવહાર ખોવાઈ ચૂક્યો છે, અને ખરાબ હવામાનનો ભય છે