Maldives અને ભારતના સંબંધોમાં છેલ્લાં કેટલાક સમયથી ખટાશ આવી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી કેન્દ્ર શાસિત પ્રદેશ Lakshadweepની મુલાકાત લીધી હતી ત્યારથી તો આ સંબંધો એકદમ જ વણસી ગયા છે.

લોકોએ બોયકોટ માલદીવ અને Lakshadweepના સપોર્ટમાં આવ્યા છે. પણ આજે અમે અહીં તમને એક એવા બીચથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ કે જેની સુંદરતા Maldivesના બીચની સુંદરતાને પણ ટક્કર મારે એવી છે.

તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આવો આ સુંદર અને મનમોહી લેતો બીચ આપણા ગર્વીલા ગુજરાતમાં આવેલો છે. આ બીચની મુલાકાત લેવા માટે આપણે પહોંચી જવું પડશે ગુજરાતના Dwarka જિલ્લામાં

શિવરાજપુર બીચનું કુદરતી સૌંદર્ય માલદીવની સુંદરતાને ટક્કર મારે એવા છે અને અહીંની સુંદરતા જોઈને તમને ચોક્કસ જ એવું થઈ જાય કે કુદરતે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે

અહીંયયય સૌરાષ્ટ્રનો આ બ્લ્યુ બીચ ગુજરાત અને ગુજરાતીઓમાં એકદમ લોકપ્રિય છે. જો તમે હજી સુધી આ બીચની મુલાકાત ના લીધી હોય તો એક વખત ચોક્કસ આ બીચની મુલાકાત લેજો.

અહીંયા તમારી જાણ માટે કે ત્રણ વર્ષ પહેલાં એટલે કે ઓક્ટોબર 2020માં ડેનમાર્કની એક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા શિવરાજપુર બીચને ‘બ્લુ ફ્લેગ બીચ’ નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું

તમે એક વખત જો શિવરાજપુર બીચની મુલાકાત લેશો તો તમે ચોક્કસ જ માલદીવના બીચને ભૂલી જશો. લોકો અહીં ફરવાની સાથે સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે પણ આવે છે. 

એડવેન્ચર લવર્સ માટે અહીં સ્કુબા ડાઈવિંગ સહિતના વિવિધ વોટર સ્પોર્ટ્સના ઓપ્શન્સ પણ ઉપલબ્ધ છે. શિવરાજપુરના આ દરિયા કિનારે તમે પાણીમાં છબછબીયા કરવાની