બુધવારે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કૃત્રિમ વરસાદને લઈને IIT કાનપુર અને CIIના નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. 

જેમાં આઈઆઈટી કાનપુરે સરકારને સંપૂર્ણ યોજના સુપરત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજધાનીમાં 20 નવેમ્બરની આસપાસ પ્રથમ વખત કૃત્રિમ વરસાદ થઈ શકે છે.

પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું કે રાજધાનીમાં વાયુ પ્રદૂષણને પહોંચી વળવાના પ્રયાસરૂપે દિલ્હી સરકાર આ મહિને ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ પેદા કરવાનો પ્રયાસ કરશે.

નિષ્ણાંતોએ જણાવ્યું કે વાતાવરણમાં વાદળો કે ભેજ હોય ​​ત્યારે જ ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કરી શકાય છે. નિષ્ણાતોના અંદાજ મુજબ 20-21 નવેમ્બરની આસપાસ આવી સ્થિતિ સર્જાઈ શકે છે.

"CII અને IIT, કાનપુરના એક પ્રતિનિધિમંડળે આજે રાજધાનીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ-કૃત્રિમ વરસાદની સંભાવના પર ચર્ચા કરી.

ક્લાઉડ સીડિંગ બે રીતે કરવામાં આવે છે, પ્રથમ હાઇગ્રોસ્કોપિક છે, આમાં વાદળોના નીચેના ભાગમાં મીઠું છાંટવામાં આવે છે. બીજું, સ્ટેટિક ક્લાઉડ સીડીંગમાં વાદળો પર સિલ્વર આયોડાઈડ છાંટવામાં આવે છે.

આ વાદળોમાં વરસાદ પડવાની ક્ષમતા હોય છે, જેના કારણે વરસાદ પડે છે. જ્યારે વરસાદ થશે ત્યારે વાતાવરણમાં રહેલા પ્રદૂષણના કણો પાણીની સાથે જમીન પર આવી જશે.

કૃત્રિમ વરસાદ વિષે વધુ જાણાવ તેમજ વધુ વાંચવા માટે નીચે વધુ વાંચો બટન પર ક્લિક કરે જાણી શકો છો. ધન્યવાદ