Mahabharat Facts: કૌરવોના જન્મની કથા, ખુબજ પ્રસલિત છે

Mahabharat Facts: ભારતનો ઇતિહાસ (Indian History) ખૂબ જ રોમાંચક છે. તમારામાંથી કદાચ જ કોઇ એવું હશે, જેમને મહાભારતના કિસ્સા Mahabharat Facts સાંભળ્યા નહી હોય. કુંતીના 5 પુત્ર પાંડવો (Pandavas) અને ગાંધારીના 100 પુત્રો કૌરવો (Kaurav) ની વચ્ચે યુદ્ધ મહાભારતના નામે ઓળખવામાં આવે છે, પરંતુ શું તમે જઍણો છો કે ગાંધારીએ 100 પુત્રો એટલે કે કૌરવોને જન્મ (Kaurav Birth Story) કેવી રીતે આપ્યો હતો?

First Test Tube Baby

દુનિયાભરમાં પ્રચલિત છે મહાભારતનો ઇતિહાસ

તમે ટીવી પર આવનાર મહાભારત (Mahabharat Serial) જોઇ હશે એટલે કે મહાભારત સાથે સંકળાયેલી કહાનીઓ (Mahabharat Story) સાંભળી હશે. કહેવામાં આવે છે કે પાંડવ (Pandavas Mother) પાંચ હતા, જે કુંતીના પુત્ર હતા. તો બીજી તરફ કૌરવ 100 ભાઇ હતા, જે ગાંધારી (Kauravas Mother) અને ધૃતરાષ્ટ્રના પુત્ર હતા. આ તો બધા જાણે છે કે પાંડવ અને કૌરવો વચ્ચે જે લડાઇ થઇ હતી, તેને જ મહાભારત  (Mahabharat Facts) નું નામ આપવામાં આવ્યું હતું. મહાભારત સથે જોડાયેલી એવી ઘણી કહાનીઓ છે, જે આશ્વર્યચકિત કરી દે છે અને તે કહાનીમાંથી એક છે,કૌરવોના જન્મની કહાની (Kaurav Birth Story). સામાન્ય વ્યક્તિ આ જાણીને આશ્વર્યચકિત થઇ જાય છે કે આખરે ગાંધારી 100 પુત્રોને કેવી રીતે જન્મ આપી શકે.

ઇતિહાસમાં છે ગાંધારીના પરિવારની ચર્ચા

કૌરવ ધૃતરાષ્ટ્ર (Dhritrashtra) અને ગાંધારી (Gandhari- Kauravas Mother) ના પુત્ર હતા. આ બંનેની દુશાલા (Dushala) નામની એક પુત્રી પણ હતી. તો બીજી તરફ સૌથી મોટા કૌરવનું નામ હતું દુર્યોધન (Duryodhan), જે મહાભરત (Mahabharat Facts) ના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક હતો. કૌરવોને મહાભારતમાં પાંડવો (Pandavas) ની સેના સાથે યુદ્ધ કર્યું હતું અને હારનો સામનો પણ કર્યો હતો. જોકે કહેવામાં આવે છે કે ધૃતરાષ્ટ્રના પોતાની દાસી સાથે સંબંધના લીધે વધુ એક પુત્ર થયો હતો, જેનું નામ ‘યુતુત્સુ’ (Yututsu Mahabharat) કહેવામાં આવે છે.

ઋષિ વ્યાસનું વરદાન હતા કૌરવ

પ્રચલિત કહાનીઓ (Indian Mythologies) ના આધાર પર ફરી એકવાર ગાંધારી (Gandhari) ની સેવાથી ખુશ થઇને ઋષિ વ્યાસ (Rishi Vyas) એ ગાંધારીને એક વરદાન આપ્યું હતું. કહેવામાં આવે છે કે ઋષિ વ્યાસે જ ગાંધારીને 100 પુત્રોની માતાના આર્શિવાદ આપ્યા હતા. ત્યારબાદ ગાંધારી ગર્ભવર્તી થઇ અને 9 મહિનાના બદલે બે વર્ષ સુધી ગર્ભવતી રહી. પછી તેમણે એક માંસના ટુકડાને જન્મ આપ્યો એટલે ગાંધારીને એક પણ સંતાન ન થયું. ત્યારબાદ ઋષિ વ્યાસે આ માંસના ટુકડાને 101 ભાગમાં વિભાજિત કર્યા અને અલગ અલગ ઘડામાં મુકી દીધા.

દુનિયાના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબી તરીકે જાણિતા છે કૌરવ

101 ઘડામાં રાખવામાં આવેલા માંસના ટુકડાઓથી બાળકોનો વિકાસ થયો અને ધીમે ધીમે તમામ ઘડામાંથી જે બાળકો નિકળ્યા, તેમને જ કૌરવ  (First Test Tube Baby) કહેવામાં આવે છે. 101 ઘડામાંથી 100 તો કૌરવ ભાઇ (Kaurav Birth Story) નિકળ્યા, જ્યારે એક ઘડામાંથી દુશાળા (Dushala) એ જન્મ લીધો હતો. જે 100 કૌરવોની એકમાત્ર બહેન હતી. આ પ્રકારે 100 કૌરવોનો જન્મ થયો હતો. તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે જન્મની આ કહાની સૌથી વધુ પ્રચલિત છે.

આ રીતે થયું હતું કૌરવોની મોત

કૌરવોની મોત (Kauravas Death Story) નું કારણ ગાંધારી દ્વારા કરવામાં આવેલા એક કામ ગણવામાં આવે છે. પૌરાણિક કથાકાર દેવદત્ત પટનાયક (Devdutt Pattanaik) ના પુસ્તક ‘મિથક’માં પણ આ વાતનો ઉલ્લેખ છે. તેમણે લખ્યું કે કોઇ જન્મમાં ગાંધારીએ 100 કાચબાને મારી દીધા હતા. ત્યારબાદ આગામી જન્મમાં તેમને 100 પુત્રોના મોત થયા હતા. તેને એક શ્રાપ સમાન ગણવામાં આવે છે.


Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો