Gujarat Power Tiller Sahay Yojana 2023: શું તમારી પાસે પાવર ટીલર છે નથી તો અત્યારેજ કરો અરજી, પાવર ટીલર સહાય યોજના

શું તમારી પાસે પાવર ટીલર છે નથી તો અત્યારેજ કરો અરજી પાવર ટીલર માટે, પાવર ટીલર યોજના 2023 અને vst power tiller subsidy વિશે માહિતી જોઈએ છે? power tiller online apply કેવી રીતે અરજી કરવી તે જાણો અને પાવર ટીલર સહાય યોજના માટેની અરજી પ્રક્રિયાની માહિતી મેળવો. power tiller subsidy in gujarat માટે પાત્રતાના માપદંડો, જરૂરી દસ્તાવેજો અને અરજીના પગલાંઓ શોધો. તમે પાવર ટિલર સબસિડી યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકો છો તે જાણો અને તમારી કૃષિ પદ્ધતિઓ સુધારવા માટે પાવર ટીલર ખરીદવા માટે નાણાકીય સહાય મેળવો.

Gujarat Power Tiller Sahay Yojana 2023

રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે પાવર ટીલરનો ઉપયોગ કરતાં હોય છે, ઘણી વખત ખેતી ખેડવા માટે પાવર ટીલર ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજ્યમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવીને કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકોમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે તે માટે આ પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય આપવામાં આવે છે. રાજ્યના ખેડૂતો પાવર ટીલર વાહન વસાવી શકે તે હેતુથી સને 2023-24 થી રાજ્યના ખેડૂતોને પાવર ટીલર વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી પાવર ટીલર સહાય યોજના 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

પાવર ટીલર સહાય યોજના 2023

યોજનાનું નામપાવર ટીલર યોજના
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુબાગાયતી યોજનાઓ
છેલ્લી તારીખ09/11/2 023 થી 8/12/2023 સુધી
વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

પાવર ટીલર સહાય યોજના વિશે માહિતી

ગુજરાત, ભારતમાં “પાવર ટીલર યોજના” યોજના વિશે માહિતી પ્રદાન કરે છે. તે બાગાયત કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે છે. આ યોજના માટેની અરજી https://ikhedut.gujarat.gov.in પોર્ટલ દ્વારા ઓનલાઈન સબમિટ કરી શકાય છે. પાવર ટીલર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 8/12/2023 છે. આ યોજના અરજદારની જાતિના આધારે લાભની રકમ સાથે ખેડૂતોને ઓછા ખર્ચે પાવર ટીલરનો લાભ આપે છે.

ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) પર સહાય આપવામાં આવે છે. Power Tiller Sahay Yojana નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

Gujarat Power Tiller Sahay Yojana 2023
Gujarat Power Tiller Sahay Yojana 2023

પાવર ટીલર સહાય યોજનાની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  • ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  • કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર
  • ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

પાવર ટીલર સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી પાવર ટીલર સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  • આધારકાર્ડ ની નકલ
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  • વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)

પાવર ટીલર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ગુજરાત સાકારની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારની ખરીદી પર subsidy આપવામાં આવે છે. આ યોજનામાં જ્ઞાતિ અને ટ્રેક્ટરમાં પાવર ટીલર સહાય યોજનાની ક્ષમતા મુજબ લાભ મળવાપાત્ર થાય છે. જે નીચે મુજબમાહિતી આપેલી છે.

ક્રમકેટેગરીમળવાપાત્ર લાભ
HRT-14(MIDH-TSP)અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે
HRT-2સામાન્ય ખેડુતને ખર્ચના 40 ટકા મુજબ રૂ. 0.45 લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે.
HRT-3(અનુસુચિત જનજાતિ માટે )અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે.
HRT-4(અનુસુચિત જાતિ માટે )અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે.
HRT-9સામાન્ય ખેડુતને ખર્ચના 40 ટકા મુજબ રૂ. 0.45 લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે.
HRT-13(MIDH-SCSP)અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે.

પાવર ટીલર સબસિડી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • iKhedut પોર્ટલની મુલાકાત લો: iKhedut પોર્ટલની સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ અને ઉપરના જમણા ખૂણે “લોગિન” પર ક્લિક કરો.
  • નવા ખેડૂત તરીકે નોંધણી કરો: જો તમે નવા ખેડૂત છો, તો New Farmer Registration પર ક્લિક કરો અને તમારું એકાઉન્ટ બનાવવા માટે જરૂરી વિગતો ભરો. જો તમે પહેલાથી જ નોંધાયેલા છો, તો આ પગલું અવગણો અને આગલા પગલા પર આગળ વધો.
  • તમારા એકાઉન્ટમાં લૉગિન કરો: તમારા iKhedut એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે તમારો નોંધાયેલ મોબાઇલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  • પાવર ટિલર સબસિડી સ્કીમ પસંદ કરો: એકવાર તમે લૉગ ઇન થઈ જાઓ, હોમપેજ પર ઉપલબ્ધ સ્કીમ્સની સૂચિમાંથી “પાવર ટીલર” વિકલ્પ પસંદ કરો.
  • અરજી ફોર્મ ભરો: તમામ જરૂરી વિગતો જેમ કે વ્યક્તિગત માહિતી, જમીનની વિગતો અને પાવર ટીલર મોડલ વિગતો સાથે અરજી ફોર્મ ભરો. તમારે જમીનની માલિકીનો પુરાવો, બેંક ખાતાની વિગતો અને અન્ય સંબંધિત દસ્તાવેજો જેવા જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.
  • અરજી સબમિટ કરો: ફોર્મ ભર્યા પછી અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી, એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે “સબમિટ કરો” બટન પર ક્લિક કરો.
  • તમારી અરજીની સ્થિતિને ટ્રૅક કરો: તમે તમારા iKhedut એકાઉન્ટમાં લૉગ ઇન કરીને અને “એપ્લિકેશન સ્ટેટસ” પર ક્લિક કરીને તમારી અરજીની સ્થિતિને ટ્રૅક કરી શકો છો.
  • સબસિડી મેળવો: જો તમારી અરજી મંજૂર થાય, તો તમને સબસિડીની રકમ સીધી તમારા નોંધાયેલા બેંક ખાતામાં પ્રાપ્ત થશે.

એ નોંધવું અગત્યનું છે કે iKhedut પોર્ટલ પર પાવર ટીલર સબસિડી યોજના માટે અરજી કરવાની ચોક્કસ પ્રક્રિયા યોજનાની ચોક્કસ જરૂરિયાતો અને પોર્ટલ પર કરવામાં આવેલ કોઈપણ અપડેટના આધારે સહેજ બદલાઈ શકે છે. તેથી, અરજી પ્રક્રિયા પર વિગતવાર માહિતી માટે iKhedut પોર્ટલની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે.

પાવર ટીલર સબસિડી યોજના

પાવર ટીલર સબસિડી યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ અરજદારે 09/11/2023 થી 8/12/2023 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ચેનલમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment

અમારું Whatsapp ચેનલ જોઈન કરવા અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!