GPCS Exam Postpond: ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા યુવાધન માટે મહત્ત્વના સમાચાર છે.. ગુજરાત જાહેર સેવા આયોગ GPSCએ ડિસેમ્બરમાં યોજાનારી 7 પરીક્ષાઓ મોકૂફ રાખી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષાની નવી તારીખ આગમી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.
GPCS Exam Postpond
આયોગ દ્વારા નીચે દશાર્વ્યા મુજબની જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીઓ માહે ડિસેમ્બર – ૨૦૨૩ માં યોજાનાર હતી. જેવહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની વેબસાઇટ ચેક કરતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.
GPSC ની આ 7 પરીક્ષા મોકૂફ
ક્રમ | જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ અને વર્ગ |
---|---|---|
1 | 50/2023-24 | અિધક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC) |
2 | 57/2023-24 | પ્રિન્સિપાલ /સુપ્રિટેન્ડન્ટ (હોિમયોપેથી), વર્ગ-1 |
3 | 49/2023-24 | અિધક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-3 (GWRDC) |
4 | 56/2023-24 | નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક) વર્ગ 1 |
5 | 55/2023-24 | ઔષધ નિરીક્ષક અધિકારી વર્ગ 2 |
6 | 51/2023-24 | લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3 (GWRDC) |
7 | 52/2023-24 | સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 (GWRDC) |
ગુજરાત જાહેર સેવા આયોગ- GPSCએ ડિસેમ્બરમાં યોજાનારી 7 પરીક્ષાઓ મોકૂફ
આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સત્તાવાર પરિપત્ર ઈસ્યૂ કરીને જણાવવામાં આવ્યું છે કે, અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3, પ્રિન્સિપાલ સુપ્રિટેન્ડેન્ટ (હોમિયોપેથી) વર્ગ-1, અધિક મદદનીસ ઈજનેર (યાંત્રીક) વર્ગ-3, નિમ્મ વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક) વર્ગ-1, ઔષધ નિરિક્ષક અધિકારી, વર્ગ-2, લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ-3 સહિતની જગ્યા પર ડિસેમ્બર 2023માં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
પરિપત્ર વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |