Fabruary Important Days: ફેબ્રુઆરી મહત્વપૂર્ણ દિવસો રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય

Fabruary Important Days: ફેબ્રુઆરી એ એકમાત્ર મહિનો છે જેની લંબાઈ 30 દિવસથી ઓછી હોય છે! જો કે તે સામાન્ય રીતે 28 દિવસનો હોય છે, 2020 અને 2024 જેવા લીપ વર્ષમાં ફેબ્રુઆરી 29 દિવસ લાંબો હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ રોમન કેલેન્ડરમાં ઉમેરવાના છેલ્લા બે મહિના હતા (સી. 713 બીસી); શરૂઆતમાં, શિયાળો એક મહિનાથી ઓછો સમયગાળો માનવામાં આવતો હતો.

ફેબ્રુઆરી મહત્વપૂર્ણ દિવસો રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય February important days national and international

ફેબ્રુઆરીમાં ઘણા મહત્વના તહેવાર આવી રહ્યા છે. વસંત પંચમી (5 ફેબ્રુઆરી)માં આ મહિનામાં મનાવવામાં આવશે. મૌની અમાસ, દુર્ગાલક્ષ્મી, વિશ્વક્રમાં જયંતી, સંકષ્ટિ ચતુર્થી, વિજયા એકાદશી, સોમ પ્રદોષ વ્રત વગેરે આ મહિનાના મહત્વના વ્રત-તહેવાર છે. ધાર્મિક તહેવારો ઉપરાંત પણ ઘણા મહત્વના દિવસ ફેબ્રુઆરીમાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે. તેની થનારી જાહેરાતની અસર દેશના દરેક નાગરિક ઉપર પડશે. 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેંસર ડે મનાવવામાં આવશે અને આ ઘાતક બીમારીને લઈને લોકો જાગૃત બનાવવાની પહેલ કરવામાં આવશે.

1 ફેબ્રુઆરી : ભારતીય તટરક્ષક દિવસ 1 February : Indian Coast Guard Day

1 ફેબ્રુઆરી એ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે ઈજાવવામાં આવે છે

ભારતીય તટરક્ષક દળ વિશે જાણો:-

તટ રક્ષકદળની સ્થાપના : 18 ઓગસ્ટ 1978

મુખ્યાલય : નવી દિલ્હી

ધ્યેય વાકય : વયામ રક્ષામ:

કાર્ય : ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષા કરવી

ભારતનું તટ રક્ષક દળ વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું તટરક્ષક દળ છે.

12 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ 12 February : National Productivity Day

આ દિવસનું આયોજન NPC (નેશનલ પ્રોડકીટવિટી કાઉન્સીલ) દ્વારા કરવામાં આવે છે.

ઉત્પાદકતા અંગે જાગૃતિ ફેલાવવા આ દિવસનું આયોજન કરવામાં આવે છે.

દર વર્ષે 12મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ભારતની ઉત્પાદકતા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ (NPC) તેને એક થીમ સાથે ઉજવે છે. 12મી ફેબ્રુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધી, રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહની ઉજવણી કરે છે.

સ્થાપના : 1958

વડુ મથક : ન્યુ દિલ્હી

13 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય મહિલા દિવસ 13 February: National Women’s Day

  • આ દિવસ સરોજિની નાયડુના સન્માનમાં ઉજવવામાં આવે છે.
  • સરોજિની નાયડુ સ્વાતંત્ર સેનાની અને ઉત્તરપ્રદેશના પ્રથમ ગવર્નર છે

ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, સરોજિની નાયડુના જન્મદિવસ પર તેણીનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદ, ભારતમાં થયો હતો.

28 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 February : National Science Day

ભારતના ભૌતિક વૈજ્ઞાનિક સર સી.વી રમનએ 28 ફેબ્રુઆરીના રોજ રમન ઇફેક્ટની શોધ કરી હતી. તે શોધનું સ્મરણ કરાવવા આ દિવસને ઉજવવામાં આવે છે.

૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

આંતરાષ્ટ્રીય દિવસઃ International Day:

4 ફેબ્રુઆરી : વિશ્વ કેન્સર દિવસ 4 February : World Cancer Day

  • આ દિવસ વર્ષ 1933 થી ઉજવવામાં આવે છે.
  • આ દિવસ Union for international cancer control (UICC) દ્વારા ઉજવવામાં આવે છે.

10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ (વર્લ્ડ પલ્સિસ ડે) 10 February World Pulses Day

શા માટે ઉજવાય છે ? : તંદુરસ્ત અને ટકાઉ ભોજન પ્રણાલી જાળવી રાખવા..

13ફેબ્રુઆરી : વિશ્વ રેડિયો દિવસ 13 February : World Radio Day

  • રેડિયાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા ઉજવવામાં આવે છે.
  • વર્ષ 2012માં યુનેસ્કો દ્વારા પ્રથમ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો.

20 ફેબ્રુઆરીએ : વિશ્વ સામાજિક ન્યાય દિવસ 20 February: World Social Justice Day

2007ના વર્ષથી UN દ્વારા દર વર્ષે 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉયજવવાની માન્યતા આપી હતી.

ગરીબી, બેરોજગારી, બહિષ્કરણ, લૈંગિક સમાનતા, માનવાધિકાર અને સામાજિક સુરક્ષા જેવા મામલાઓ સાથે કામ લેવાના ઉદેશ્યથી ઉજવવામાં આવે છે.

Fabruary Important Days

21 ફેબ્રુઆરી : આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 February : International Mother Language Day

બાંગ્લા ભાષાને રાષ્ટ્રીય ભાષાબનાવવા બદલ આપેલા બલિદાનની યાદમાં મનાવવામાં આવે છે.

ઉદેશ્ય : વિશ્વમાં ભાષાકીય અને સાંસ્ક્રુતિક વિવિધતા તેમજ વિભિન્ન માતૃભાષા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

FAQs

ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

1 ફેબ્રુઆરી ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ ઉજવવામાં આવે છે

ભારતીય કોસ્ટ ગાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી?

18 ઓગસ્ટ 1978

રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

13 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય મહિલા દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

28 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો