History of Gujarat: ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના દેશી રાજ્યો બ્રિટિશ યુગ

History of Gujarat: મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના દેશી રાજ્યો બ્રિટિશ યુગ Gujaratno Etihas

મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી Complete information about Mughal period

મુઘલ વંશે ગુજરાતમાં ૧૮૭ વર્ષ રાજ્ય કર્યું હતું. અકબરના સમયમાં રાજા ટોડરમલે ભાગબટાઈ પદ્ધતિને બદલે જમીનની માપણી કરી જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની નવી પદ્ધતિ દાખલ કરી હતી. અકબર સહિષ્ણુ હતો. તેણે રજપૂતો સાથે લગ્ન સંબંધ બાંધ્યો હતો. હજની દરિયાઈ મુસાફરી માટે અકબરને પણ પરવાના માટે પૉર્ટુગીઝ સત્તાને એક ગામ આપવું પડ્યું હતું.

  • ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જહાંગીરના વખતમાં પ્રથમ સુરત અને ત્યારબાદ ઘોઘા, ખંભાત અને અમદાવાદમાં તેમની વેપારી કોઠી નાખી હતી.
  • જહાંગીરે અમદાવાદની ટંકશાળામાંથી રાશિવાળા સિક્કા પડાવ્યા હતા.
  • શાહજહાંની સુખાગીરી દરમિયાન શાહીબાગ બન્યો હતો.
  • મુઘલ સૂબા આઝમખાને વાત્રક ઉપર કિલ્લો અને અમદાવાદમાં મુસાફરખાનું બંધાવ્યાં હતાં.
  • ઓરંગઝેબે તેના ભાઈઓ મુરાદ, દારા અને શુજાનનો વધ કરાવી પિતાને આગ્રાના કિલ્લામાં કેદ કરી દિલ્હીનું તખ્ત કબજે કર્યું હતું. તેણે ગેરકાયદે ઉઘરાવાતા વેરા નાબૂદ કર્યા હતા અને એકસરખી આબકારી જકાત રાખી હતી. બધા કારીગરોનું સમાન વેતન તેણે કરાવ્યું હતું. તે ચુસ્ત સુન્ની અને સહિષ્ણુ સ્વભાવનો હતો. તેણે હિન્દુઓ ઉપર જજિયાવેરો નાખ્યો હતો. તેણે હોળી અને દિવાળી જેવા સામાજિક અને ધાર્મિક ઉત્સવો ઊજવવા ઉપર પ્રતિબંધ મૂકી હોળી પ્રગટાવવાની અને દિવાળીમાં રોશની કરવાની મનાઈ કરી હતી.
  • મુઘલકાલ દરમિયાન સુરત બંદર આબાદ થયું હતું. તે ‘બાબુલ મક્કા’ એટલે કે મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું. અંગ્રેજ, ડચ, ફ્રેન્ચ વેપારીઓની કોઠીઓ અહીં હતી. તેથી આબાદી વધી હતી.
  • અમદાવાદ સુતરાઉ, રેશમી અને ગરમ કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું. ખંભાતથી કાપડ, ગળી, જરીવાળું કાપડ વગેરે નિકાસ થતાં હતાં. સુરત વગેરે બંદરોમાં વાણી બંધાતાં હતાં. અકબરથી શાહજહાંના સમય દરમિયાન ખુશ્કી અને તરી વેપારનો વિકાસ થયો હતો.
  • ઈ.સ. ૧૬૬૪ અને ૧૬૭૦માં સુરત ઉપર શિવાજીએ ચડાઈ કરીને લૂંટ ચલાવી હતી. શિવાજી સાથે દક્ષિણમાં લાંબા વખત સુધી લડાઈને કારણ મુઘલ સત્તા નબળી પડી હતી.
  • ઔરંગઝેબના મૃત્યુ પછી (૧૭૦૭) મુઘલ સત્તા નબળી પડી હતી અને ગાયકવાડ અને પેશ્વાના હુમલા તેઓ ખાળી શક્યા ન હતા. વજીર સદ ભાઈઓ, અજિતસિંહ, જવાંમર્દખાન બાબી, મોમિનખાન વગેરેએ ગુજરાતમાં મુલગીરી દ્વારા ખંડણી ઉઘરાવવા સિવાય લોકકલ્યાણની કોઈ પ્રવૃત્તિ હાથ ધરી ન હતી. મુઘલ અને મરાઠા વચ્ચેના સંઘર્ષમાં પ્રજાના જાનમાલની સલામતી રહી ન હતી અને લોકો ખૂબ જ ત્રાસી ગયા હતા.
  • મુઘલ બાદશાહની નબળાઈનો લાભ લઈને જૂગાગઢનો ફોજદાર, જવાંમદખાન, મોમિનખાન વગેરે સ્વતંત્ર બનીને જૂનાગઢ, રાધનપુર અને ખંભાતનાં રાજ્યોના શાસક બન્યા હતા. સુરત અને ખંભાતનાં બંદરોની જાહોજલાલી અસ્ત થઈ હતી.
  • દામાજીરાવ ગાયકવાડના પુત્રો વચ્ચેના આંતરકલહનો લાભ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ લીધો અને ૧૭૫૯માં સુરતના નવાબને તા ભરૂચના નવાબને હરાવીને અંગ્રેજોએ તેમની સત્તા દક્ષિણ ગુજરાતમાં દૃઢ કરી.સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર અને જામનગરના રાજવીઓએ નાનાં રાજ્યો ઉપર સત્તા જમાવી. સર્વત્ર અંધાધૂંધી હતી. ૧૭૧૯માં પિલાજી ગાયક્વાડે સોનગઢમાં થાણું નાખી સુરત અને આસપાસના પ્રદેશ પર હુમલા કરી ચોથ ઉઘરાવી હતી.
  • પિલાવજીરાવ પછી દામાજીરાવ બીજાનું શાસન થયું, (૧૯૩૨થી ૧૭૬૮). ૧૯૬૧માં પાણીપતના યુદ્ધમાં તેમણે ભાગ લીધો હતો.
  • દામાજરાવ બીજાએ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને રાજપીપળામાંથી ખંડણી ઉથરાવી અને સોનગઢથી પાટણ રાજધાની ફેરવી. ૧૭૫૯માં અંગ્રેજોએ મુઘલ નૌકાકાફલાના અધિપતિ સિદીન યાકુબને હાર આપી
  • સુરતનો કિલ્લો નાશ કર્યો અને નવાબને પેન્શન આપી સત્તાભ્રષ્ટ કર્યો.
  • ૧૭૮૨ના સાલબાઈના કરારથી અંગ્રેજોએ જીતેલો પેશ્વાનો પ્રદેશ પાછો આપ્યો અને રઘુનાથરાવને રૂ.૨૫,૦૦૦નું વાર્ષિક પેન્શન બાંધી આપ્યું.

ગુજરાતનો ઇતિહાસ History of Gujarat

ગુજરાતના દેશી રાજ્યો વિશે સંપૂર્ણ માહિતી

  • ભારતનાં કુલ ૫૨ દેશી રાજ્યોમાં સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં ૩E E દેશી રાજ્યો હતાં. સૌરાષ્ટ્રના ૫૬,૯૮૦ ચો.કિમી.ના વિસ્તારમાં આશરે ૪૦ લાખની વસતી અને નાનાં મોટાં ૨૨૨ દેશી રાજ્યો આવેલાં હતાં. તેમાં જુનાગઢ, વા નગર, ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, મોરબી, ગોડલ, વાંકાનેર અને રાજકોટ સહિત ૧૪ ૬લાપીના અધિકારવાળો મોટાં રાજ્યો, ૧૭ બિનસલામીવાળાં રાજયો અને ૧૯૧ નાનાં રાજ્યો હતાં. તેમાંથી ૪૯ નાનાં દરેક રાજ્યનું ગોળ ૫.૧૮ ચો.કિમી. અથવા તેનાથી ઓછું અને તેમાંનાં આઠ રાજ્યોનું દરેકનું ક્ષેત્રફળ ૧.૨૯૫ ચો.કિમી. જેટલું હતું. તળ ગુજરાતમાં ૧૭ પૂર્ણ અધિકારક્ષેત્ર ધરાવતાં દેશી રાજ્યો અને ૧૨૭ અને અધિકારક્ષેત્રના તથા અધિકારક્ષેત્ર વગરના એકો હતા. રાજપીપળા, દેવગઢબારિયા, લુણાવાય, છોકઉદેપુર વગેરે રાજ્યોના રાજાઓ ચીટાલ, મોલી, સિસોદિયા,પરમાર અને ગોહિલ કુળના રજપૂતો હતા.બાળસિનોર, ખંભાત, કવિત, રાધનપુર અને પાલનપુરના શાસકો મુસ્લિમો હતા.
  • મરાઠા લશ્કરના સરદાર પિલાજીરાવ ગાયકવાડે વડોદરાને પાટનગર રાખી, ગુજરાતમાં રાજય સ્થાપ્યું હતું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (૧૮૭૫-૧૯૩૯) પ્રબુદ્ધ રાજવી હતા અને તેમના સમયમાં વડોદરા રાજ્યે નોંધપાત્ર વિકાર સાપ્યો હતો. વડોદરા રાજ્યનો વિસ્તાર ૨૧,૩૩૧.૨૪ ચો.કિમી. અને વાર્ષિક આવક રૂપિયા સાત કરોડ હતી. ભારતના પ્રગતિશીલ દેશી રાજ્ય તરીકે તેની પ્રતિષ્ઠા હતી.
  • ઈ.સ. ૧૮૦૭માં હંમેશને માટે મુકરર કરેલી ખંડણી વડોદરા રાજ્યને આપે તે માટે કર્નલ વોકર તથા ગાયકવાડના પ્રતિનિધિએ સૌરાષ્ટ્રના રાજવીઓ સાથે કરાર કર્યો અને ગાયકવાડની મુલગીરી બંધ પડી. જૂનાગઢ, મહીકાંઠા તથા અન્ય રાજ્યોએ પણ આવી યોજના સ્વીકારી. ગાયકવાડ વતી ખંડણી ઉઘરાવવાનું ૧૮૨૦માં કંપની સરકારે સ્વીકાર્યું અને તેથી ગુજરાતમાં શાંતિ પ્રવર્તી અને મુલકગીરી બંધ પડી.
  • વડોદારના મલ્હારરાવને ૧૮૭૫માં અંગ્રેજ સરકારે પદભ્રષ્ટ કર્યા. દત્તક લીધેલ સગીર મહારાજા સહ્યાજીરાવ ત્રીજાના દીવાન તરીકે સર ટી. માધવરાવે શિક્ષણ, ન્યાયતંત્ર,આરોગ્ય, બાંધકામ, મહેસૂલ વગેરેમાં સુધારા કર્યાં. સયાજીરાવે ગાદીનશીન થયા બાદ પ્રાથમિક કેળવણી ફરજિયાત કરી, સમગ્ર રાજ્યમાં ગ્રંથાલયો તથા વ્યાયામશાળાઓ સ્થાપ્યાં અને મહેસૂલ, ન્યાય તથા વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સીધી,
  • કચ્છના રાવ ખેંગારજીએ ભુજમાં સંસ્કૃત પાઠશાળા, ફર્ગ્યુસન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરી. તેમણે ખેતીવાડી તથા સિંચાઈને ઉત્તેજન આપ્યું. નવાનગર (જામનગર)ના મહારાજા રણજિતસિંહ અગ્રણી ક્રિકેટર હતા. એમણે જામનગરને આધુનિક બનાવ્યું. રેલવેને ઓખા સુધી વિસ્તારી તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું.
  • રાજકોટના લાખાજીરાજે ઉદ્યોગો અને શિક્ષણનો વિકાસ કરી, પ્રજાવત્સલ રાજવી તરીકે ખ્યાતિ મેળવી,
  • ગોંડલના ભગવતસિંહજીએ રાજ્યમાં શાળાઓ, દવાખાનાં, રસ્તા, અદાલતો તાર-ટપાલની કચેરીઓ શરૂ કરાવ્યાં. તેમણે ‘ભગવદ્ગોમંડળ’ના ગ્રંથો તૈયાર કરાવ્યા અને કન્યા કેવળણી ફરજિયાત કરી, તેઓ સૌરાષ્ટ્રના અગ્રણી રાજવી બન્યા હતા.
  • ભાવનગરમાં દીવાન ગૌરીશંકર ઓઝા, શામળદાસ મહેતા અને પ્રભાશંકર પટણીએ રાજ્યનો નોંધપાત્ર વિકાસ કર્યો.૧૮૮૪માં શામળદાસ કૉલેજ સ્થાપવામાં આવી.
  • જૂનાગઢ રાજ્યની સ્વતંત્ર ટંકશાળા હતી અને તેમાં સિક્કા પાડવામાં આવતા હતા. ૧૯૦૦માં જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી.
  • મોરબીના લખધીરસિંહજીએ રેલવે-લાઇન નાખીને વેપારને ઉત્તેજન આપ્યું હતું.

બ્રિટિશ યુગ વિશે સંપૂર્ણ માહિતી

  • ઈ.સ. ૧૮૧૮માં પેશવાઈનો અંત આવ્યો અને ગુજરાતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમ સત્તા બની. કંપનીને ગુજરાતમાં મળેલા પ્રદેશો પાંચ જિલ્લામાં વહેંચાયેલા હતા. આ પાંચ જિલ્લા સુરત, ભરૂચ, અમદાવાદ, ખેડા અને પંચમહાલ હતા.
  • ૧૮૧૮ પછી સુરતના વેપારની પડતી થઈ હતી, પણ ૧૮૫૦ પછી વેપાર ધંધા સુધરવા લાગ્યા.
  • ૧૮૫૮માં રેલવે નાખવાનું શરૂ થયું.
  • ૧૮૫૦માં સુરતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરી સ્થાપવામાં આવી.
  • ૧૮૫૨માં સુરતમાં સુધરાઈની સ્થાપના થઈ.

૧૮૩૦થી ૧૮૪૩ સુધી સુરત કલેક્ટરેટ હેઠળ ભરૂચ પેટા કલેક્ટરેટ તરીકે હતું. પંચમહાલ જિલ્લો તથા પાવાગઢ અને ચાંપાનેર ગ્વાલિયરના સિંધિયાના તાબામાં હતાં. આ પ્રદેશોનો વહીવટ કરવાનું ગ્વાલિયરથી મુશ્કેલ હોવાથી સિધિયાએ ૧૮૫૩માં દસ વર્ષ માટે બ્રિટિશ સરકારને આ પ્રદેશ સોંપ્યો. ત્યારબાદ ૧૮૬૧માં સિધિયાએ ઝાંસીની આસપાસના વિસ્તારના

બદલામાં આ પ્રદેશ બ્રિટિશ સરકારને સોંપી દીધો. તેમ થવાથી પંચમહાલમાં સારા રસ્તા થયા, મહેસૂલ અને ન્યાયવ્યવસ્થા સારી થઈ તથા શાળાઓ અને દવાખાનાં શરૂ થયાં. તે પછી રેલમાર્ગો પણ શરૂ થયા. ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી ગરાસિયા નબળા પડ્યા. દેસાઈ, પટેલ સહિત બધા વેતનદારોના અધિકારો અને સત્તા છીનવી લેવામાં આવ્યાં. સામાન્ય લોકોનાં સુખમાં વધારો થયો.પીઢારાઓના હુમલા બંધ થયા અને નિષ્પક્ષ ન્યાય મળવા લાગ્યો.

રાજકીય પરિવર્તનની અસર સામાજિક ઇતિહાસના ઘડતર ઉપર પણ પડી.

Follow Us on Google NewsClick Here
Technicalhelps HomepageClick Here

મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતનો ઇતિહાસ History of Gujarat ગુજરાતના દેશી રાજ્યો બ્રિટિશ યુગ Gujaratno Etihas
મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતનો ઇતિહાસ History of Gujarat ગુજરાતના દેશી રાજ્યો બ્રિટિશ યુગ Gujaratno Etihas

રાજકોટના લાખાજીરાજે ક્યાં નામ તરીકે ખ્યાતિ મેળવી ?

રાજકોટના લાખાજીરાજે ઉદ્યોગો અને શિક્ષણનો વિકાસ કરી, પ્રજાવત્સલ રાજવી તરીકે ખ્યાતિ મેળવી,

પેશવાઈનો અંત ક્યારે આવ્યો અને ગુજરાતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમ સત્તા ક્યારે બની ?

ઈ.સ. ૧૮૧૮માં પેશવાઈનો અંત આવ્યો અને ગુજરાતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમ સત્તા બની.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો