
અંગ્રેજીમાં સામાન્ય નામની આગળ આર્ટીકલ લખવો પડે છે.
આર્ટીકલના બે પ્રકાર છે.
- અનિશ્ચિત આર્ટીકલ (Indefinite Articles) : A અને An
- નિશ્ચિત આર્ટીકલ (Definite Article) : The
અનિશ્ચિત આર્ટીકલ (Indefinite Articles) : A અને An
- A અને An નો અર્થ “એક” અથવા “કોઈ પણ એક” એવો થાય છે.
- A અને An ફક્ત એકવચન નામની આગળ જ લાગે છે.
-
-
- એક કુતરો – a dog
- એક હાથી – an elephant
- એક છોકરી – a girl
A નો ઉપયોગ ક્યારે થાય
- જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો A આર્ટીકલ આવે છે.(ક, ખ, ગ, ઘ)
- A mango
- A classroom
- A lion
- A monkey
- શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય, પરંતુ જો તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો પણ A આવે.
- A European
- A University
- A unit
- A one-way road
- A one rupees note
An નો ઉપયોગ ક્યારે થાય
- જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય તો An આર્ટીકલ આવે છે.(અ,આ,…, અ:)
- An ox
- An actor
- An engineer
- જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય, પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો પણ an આવે.
- An hour
- An heir
- An honest man
- An honorable man
- An S.P.
નિશ્ચિત આર્ટીકલ (Definite Articles) : The
The કોઈ નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો નિર્દેશ કરે છે.
The નું ગુજરાતી “એ” એવું થાય છે.- કોઈ વસ્તુ કે પ્રાણીની વાત પહેલા થઈ ચુકી હોય અને તે જ વસ્તુ કે પ્રાણીની વાત ફરીથી કરીએ ત્યારે તે નિશ્ચિત બને છે અને તેને The આર્ટીકલ લાગે છે.
- This is camel. The camel is tall.
- This is an apple. The apple is red.
- કોઈ નામ જયારે આખા વર્ગનો, સમુહનો કે જાતિનો ઉલ્લેખ કરતું હોય ત્યારે તેની આગળ The આર્ટીકલ વપરાય છે.
- The cow is give a milk.
- The rose color is red.
- જયારે આપણે કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણીની વાત કરાવી હોત ત્યારે The આર્ટીકલ મુકવો પડે છે.
- Open the window.
- I like the flower of red color.
- જે વસ્તુ દુનિયામાં એક અને માત્ર એક જ હોય તેની આગળ The આર્ટીકલ વપરાય છે.
- The sun
- The sea
- The sky
- The Tajmahal
- નદીઓના નામ, પર્વતોની હાર માળાના નામ, ટાપુઓના નામ, ખંડોના નામ, મહાસાગરોના નામ, દિશાઓના નામ, ધાર્મિક ગ્રંથોના નામ, વર્તમાન પત્રોના નામ આગળ The આર્ટીકલ વપરાય છે.
- The Yamuna
- The Himalaya
- The West
- The Bhagwat Geeta
- કોઈ પણ દેશના કે જ્ઞાતિના કે અમુક વર્ગના લોકોનો સમુહ બતાવવા માટે The આર્ટીકલ વપરાય છે.
- The Hindus
- The Indian
- The poor men
- ક્રમ વાચક સંખ્યાઓની આગળ The આર્ટીકલ વપરાય છે.
- The first
- The last
આર્ટીકલ ન લાગે
- ખાસ નામને આર્ટીકલ લાગતો નથી.
- Jalpesh
- Hardik
- Bhavnagar
- ભાષા અને રમત-ગમતના નામને આર્ટીકલ લાગતો નથી.
- Gujarati
- Cricket
- Hokey
- વારના નામ, મહિનાના નામને આર્ટીકલ લાગતો નથી.
- Tuesday
- Friday
- April
- June
- સમુહવાચક કે બહુવચન નામને આર્ટીકલ લાગતો નથી.
- Men
- Teeth
- દ્રવ્ય વાચક નામને આર્ટીકલ લાગતો નથી.
- Water
- Gold
- Silver
- Steel
- સબંધ બતાવતા અને ભાવવાચક નામને આર્ટીકલ લાગતો નથી.
- Father
- Love
- રોગોના નામને આર્ટીકલ લાગતો નથી.
- Fever
- Cholera
- તહેવારો અને ઋતુઓના નામને આર્ટીકલ લાગતો નથી.
- Holi
- Summer
- વિશેષણને આર્ટીકલ લાગતો નથી.
- Good
- Clever
- Big
-